ધરમપુરમાં વિધર્મી યુવક આદિવાસી સગીરાને ભગાવી જવાનો મામલો
ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
સાંસદ ધવલ પટેલે ઘટનાને વખોડી આપ્યું નિવેદન
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સગીર બાળકીના ગાયબ થવાના કિસ્સાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને મામલો સંવેદનશીલ બન્યો છે. સગીરાને વિધર્મી યુવક દ્વારા ફસાવી ભગાવી જવામાં આવી હોવાનો આરોપ પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સગીરાના પરિવારજનોનો આરોપ છે કે વિધર્મી યુવકે યુવતીને લાલચ આપી, ભાવનાત્મક રીતે ફસાવી અને પછી તેને તેના પરિવારથી દૂર લઈ ગયો છે. પરિવારજનોએ આ ઘટનાને માત્ર અપહરણ નહીં, પરંતુ ગંભીર સામાજિક અને કાયદાકીય ગુનો ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોલીસનેરજુઆત દરમિયાન પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઘટનાને લઈ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યાર સાંસદ પટેલે ઘટનાને વખોડી આપ્યું નિવેદન
આ ઘટનાને લઈને આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ આક્ષેપો સાથે લેખિત રજુઆત કરી હતી. સંગઠનોએ સગીરાની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને આરોપી યુવકને તાત્કાલિક ઝડપવાની માંગ કરી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક દોડતું થયું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઝડપી કાર્યવાહી કરવા અને સગીરાને સુરક્ષિત રીતે પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
