ભાવનગરમાં યુવકને રોડ વચ્ચે છરીના ઘા મારી પતાવી દીધો,
યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી
ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું
સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હત્યાની ઘટના બની છે. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ઘોઘાના વાળુકડ ગામે ગત રાત્રે 28 માર્ચએ એક 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અચાનક તૂટી પડેલા હુમલાખોરોએ પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું.
ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડમાં હત્યાની સંપૂર્ણ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં ASP અને Dy.SP સહિત વરતેજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુંકડ ગામમાં ગત રાત્રે યુવાનની કરપીણ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા શખ્સોએ રવિભાઈ અનિલભાઈ ક્લોતરાને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતાં જ ASP, સીટી Dy.SP તેમજ વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ખુલ્લી મેજીક વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ હત્યાના કારણો અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે….
