જાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાની ખાતરી

Featured Video Play Icon
Spread the love

જાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાની ખાતરી
સિંચાઈ વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત નિરાકરણની દિશામાં પગલાં

જાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાની ખાતરી સોનગઢ તાલુકાના ખેડૂતો દ્વારા ઉદવહન સિંચાઈ યોજના બાબતે કરવામાં આવેલી રજૂઆતને જાખરી પેટા સિંચાઈ વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત નિરાકરણની દિશામાં પગલાં ભર્યા છે. ડેપ્યુટી એન્જિનિયર નિકુંજ ચૌધરીએ આ મામલે વહીવટી તંત્રનો સકારાત્મક પક્ષ રજૂ કર્યો હતો.

જાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાને લઇ ડેપ્યુટી એન્જિનિયર એન.ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આ સમસ્યા અંગે અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળી ન હતી. જોકે, સરપંચ અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર મળતા જ વિભાગે વિલંબ કર્યા વગર તેની નોંધ લીધી છે. રજૂઆત મળતાની સાથે જ સિંચાઈ વિભાગની ટીમ દ્વારા ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી ખેડૂતોની માગણી મુજબ પાણીના પ્રવાહને કેવી રીતે વધારી શકાય તેનું આયોજન થઈ શકે. છેવાડાના ગામો જેવા કે ચકવાણ મોઘવણ, બોરકુવા અને કારાગઢ સુધી પાણી પહોંચે તે માટે હાલ પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. એન્જિનિયરે ખાતરી આપી છે કે વાલ વધુ સમય સુધી ખુલ્લા રાખીને પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેથી ખેતીનો પાક મુરઝાય નહીં.

આ અંગે મોઘવણના સરપંચ સુનિલભાઈ ગામીતને પણ વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંની જાણ કરી દેવામાં આવી છે. તંત્ર ખેડૂતોના હિતમાં કામ કરવા કટિબદ્ધ છે. ​”અમે ખેડૂતોની મુશ્કેલી સમજીએ છીએ. ટેકનિકલ મર્યાદાઓ વચ્ચે પણ અત્યારે લાંબા સમય સુધી વાલ ખુલ્લા રાખી પાણી છોડવાનું શરૂ કર્યું છે જેથી 700 જેટલા ખેડૂતોને રાહત થાય. ભવિષ્યમાં કાયમી ઉકેલ માટે પણ યોગ્ય વિચારણા કરવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *