સુરતમાં ચુંટણીના માહોલ વચ્ચે તંત્ર સામે ભારે આક્રોશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચુંટણીના માહોલ વચ્ચે તંત્ર સામે ભારે આક્રોશ
કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા રોષ
ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ સામે આવતાં તંત્રની કામગીરી પર પ્રશ્નો

સુરતમાં ચુંટણીના માહોલ વચ્ચે કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવતાની સાથે જ શહેરની વ્યવસ્થાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અચાનક મોટો ભુવો પડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તો મેઇન રોડ ઉપર ભુવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને ભુવો પડતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને અકસ્માતની ભીતિ પણ વધી ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે. ત્યારે ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ સામે આવતાં તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *