સુરત : સરથાણામાં ઘરેથી દારૂની હોમ ડિલીવરીનો પર્દાફાશ
સરથાણામાં દારૂના જથ્થા સાથે પતિ પત્નીની ધરપકડ
ઉમંગ હાઈટ્સ એ બિલ્ડીંગના ફ્લેડ નંબર 602માં પોલીસના દરોડા
પોલીસે 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
તહેવારો સમયે પોલીસે દારૂનો વેપલો કરનારાઓ પર લાલ આંખ કરી છે ત્યારે સરથાણા પોલીસે લાખોના દારૂના જથ્થા અને રોકડ સાથે બુટલેગર અને તેની પત્નિની ધરપકડ કરી હતી.
હાલ ગણેશોત્સવ તહેવાર આવી રહ્યો હોય ત્યારે દારૂના વેપલા પર પોલીસે લાલ આંખ કરી છે તો સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે સરથાણા સેતુબંધ હાઈટ્સની બાજુમાં ઉમંગ હાઈટ્સ એ બિલ્ડીંગના ફ્લેડ નંબર 602માં દરોડા પાડ્યા હતાં. પોલીસે બુટલેગર રાકેશ હરી માવાણી ઘરમાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂનો 16 લાખ 32 હજારથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ 1 લાખ 97 હજાર મળી 18 લાખ 34 હજારથી વધુની મત્તા સાથે બુટલેગર રાકેશ હરી માવાણી અને તેની પત્નિ અસ્મીતાબેન રાકેશ માવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
