સુરતના અડાજણમાં ગાર્ડન ગ્રુપના ગણેશ આગમનમાં ભારે ભીડ
ભારે ભીડ થઈ જતા સ્ટેજ ધરાશાઈ થઈ ગયુ
મહિલાઓ સહિત 40 થી 50 લોકો સ્ટેજ પરથી નીચે પડ્યા
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગાર્ડન ગ્રુપના ગણપતિના આગમન સમયે ભારે ભીડ થઈ જતા સ્ટેજ ધરાશાઈ થઈ ગયુ હતું. જો કે જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં ગાર્ડન ગ્રૂપનું ગણપતિનું સ્ટેજ ધરાશાઈ થયું હતું. ગણપતિના આગમન સમયે ભારી ભીડને કારણે વધારે પડતા લોકો સ્ટેજ પર ચડી જતા સ્ટેજ તૂટ્યું હતુ જેને લઈ મહિલાઓ સહિત 40 થી 50 લોકો સ્ટેજ પરથી નીચે પડ્યા હતા. જો કે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોય અને ગંભીર ઘટના ન બનતા હાશકારો અનુભવાયો હતો.
