હિમાચલ પ્રદેશના કસોલથી ચરસ લઈ સુરત આવ્યા
નબીરાઓને સ્કોડા કાર સહિતના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
જહાંગીરપુરા બ્રિજના નાકે ગેલેક્ષી રોયલ બંગલોઝ સામેથી ઝડપી પાડ્યા
હિમાચલ પ્રદેશના કસોલથી ચરસ લઈ સુરત આવેલા ત્રણ નબીરાઓને સ્કોડા કાર સહિતના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હીમાચલ પ્રદેશના કસોલથી ચરસ લઈ સુત આવી રહેલા ત્રણ નબીરાઓ અનુપ બીષ્ટ, મયંકકુમાર પટેલ અને જીગર વાંકાવાલાને ઓલપાડથી જહાંગીરપુરા જતા બ્રિજના નાકે ગેલેક્ષી રોયલ બંગલોઝ સામેથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી સ્કોડા કાર કબ્જે લઈ કારની ઝડતી લેતા કારમાંથી ચરસનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર, ચર, મોબાઈલ સહિત 7 લાખ 14 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
