ગુજરાત ATS એ અલકાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી.
ચારમાંથી બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના.
એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીમાં પણ તેઓ સામેલ હતા.
ગુજરાત એટીએસ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. ગત મે મહિનામાં એટીએસ એ પાકિસ્તાન જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયાના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. એટીએસ એ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી આ આતંકીઓને ઝડપી પાડ્યાં છે. આ ચારેય આતંકીઓ લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતાં.
ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી આ ચારેય આંતકવાદીઓ એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા છે. જ્યારે દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે ATS ડીઆઈજી, સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATS ના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 10 જૂને પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ્દ 1, મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ પાંચ એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ પાંચ એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરી રહ્યા છે. તેઓ દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાની ઉશ્કેરણી કરી રહ્યા છે. એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીમાં પણ તેઓ સામેલ હતા.
ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ચારેય આતંકવાદીઓ રેડિક્લાઈઝ થયા હતાં. દેશમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે સક્રિય થયેલા આ આતંકવાદીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસની ટીમે અલકાયદા મોડ્યુલનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાંથી બે આતંકવાદીઓ ઝડપાતા તપાસ એજન્સી એલર્ટ થઈ ગઈ છે. દેશ અને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે તપાસ એજન્સીઓ સક્રિય થઈ હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
