બગસરા તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિન પર્વની શાળામાં ભવ્ય ઉજવણી,
મામલતદાર પ્રશાંત ભીંડીના હસ્તે ધ્વજવંદન અને પરેડ યોજાઈ
બગસરના સમઢિયાળા ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના 77 માં પ્રજાસત્તાક દિન 26 મી જાન્યુઆરીની ઉજવણી સાથે અવનવાં દેશ ભક્તિના સાંકૃતિક કાર્યક્રમો યોજી ત્રિરંગાને સલામી આપી
અમરેલીના બગસરા તાલુકા કક્ષાના 26 મી જાન્યુઆરીએ 77 માં પ્રજાસત્તાક દિન પર્વની સમઢિયાળા ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રશાંત ભીંડીના વરદ હસ્તે ધ્વજ વંદન કરી સલામી પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ દ્વારા દેશ વાસીઓને સંબોધ કર્યુ 77 મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દેશ ભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને દેશ ભકિતમય માહોલ જોવા મળ્યો બગસરા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આઇ.જે.ગીડા મેડમ સહિત પોલીસ સ્ટાફ પરેડ કરવામાં આવી ધ્વજ વંદન અંતે વૃક્ષા રોપણ તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા આ તકે તાલુકા પંચાયત અધિકારી અને પદાધિકારીઓ સહિત ગામ લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ….
