અમરેલી : વૃદ્ધ દંપતીની હત્યાને પગલે ગોપાલ ઈટાલિયા દોડી ગયા

Featured Video Play Icon
Spread the love

અમરેલી : વૃદ્ધ દંપતીની હત્યાને પગલે ગોપાલ ઈટાલિયા દોડી ગયા
ગ્રામ જનો સાથે ગોપાલ ઈટાલીયાએ ચર્ચાઓ વિચારણા કરી માહિતી મેળવી
વર્ષો પહેલા યુ.પી. બિહારમાં થતું તે હવે ઘર આંગણે થાય છે – ગોપાલ ઈટાલીયા…

 

અમરેલી જિલ્લામાં વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં ગુરુવારે રાત્રે એકલાં રહેતાં વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.આજે આમ આદમી પાર્ટીના વિસાવદરમાં પેટાચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલીયા અને જિલ્લા આપ પાર્ટીના હોદ્દેદારો ઢૂંઢિયાપીપળીયા પહોંચી મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૃતક પરિવારને સાંત્વના આપી શોક વ્યક્ત કરી હતી.

અમરેલી: વડીયાના ઢૂંઢીયા પીપળીયા વૃદ્ધ ખેડૂત દંપતીના મોતનો મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુલાકાત લીધી હતી. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરમાં પેટાચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલીયા અને જિલ્લા આપ પાર્ટીના હોદ્દેદારો ઢૂંઢિયાપીપળીયા પહોંચી મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૃતક પરિવારને સાંત્વના આપી શોક વ્યક્ત કરી હતી. તપાસમાં કચાશ ન રહે ને આરોપી વ્હેલી તકે પકડાઈ તે ગોપાલ ઈટાલીયાએ માંગ કરી.ગ્રામ જનો સાથે ગોપાલ ઈટાલીયાએ ચર્ચાઓ વિચારણા કરી માહિતી મેળવી. ઢૂંઢીયા પીપળીયા ગામે થયેલ ડબલ હત્યાએ સરકારી તંત્રની હત્યા છે કાયદો વ્યવસ્થાની હત્યા હોવાનું ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું. ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલા યુ.પી. બિહારમાં થતું તે હવે ઘર આંગણે થાય છે તે બહુ ગંભીર બાબત છે. ગ્રામજનો આક્રોશમાં છે ભયમાં છે એકઘરે ઘટના ઘટી કાલે બીજા ઘરે ધટના ઘટે તેનો ભય સાથે પોલીસને વિનંતી કરી છે કે આવા આરોપી પકડાઈ જાય ને એની પાછળ કોઈ પોલીસ અધિકારી, નેતાઓ છે કે માથાભારે છે કેમ તેની તપાસ થાય તેવી માંગ ઉઠી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *