સુરતમાં પુર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદ યોજી બજેટ અંગે ચર્ચા કરી
પ્રજાલક્ષી બજેટ હોવાનુ મીડિયા સમક્ષ જણાવ્યુ
સુરતમાં પુર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ યોજી બજેટ અંગે ચર્ચા કરી હતી. સાથે પ્રજાલક્ષી બજેટ હોવાનુ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી કેન્દ્ર સરકારના બજેટને પ્રજાલક્ષી બજેટ હોવાનુ કહ્યુ હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પત્રકાર પરિષધ પટેલ પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી હતી અને પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા વાળુ બજેટ રજૂ કર્યું હોવાનુ કહ્યુ હતું. વાયુ ફાર્માનો બજેટ માં ઉલ્લેખ કર્યો હોય દસ હજાર કરોડ નું બજેટ બાયો ફાર્મા શક્તિ માટે જાહેર કરાયું છે. બજેટથી સુરતના વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયો છે, જે બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયાં છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે જે નાગરિકોએ સ્વીકાર કર્યો છે.
વર્ષ 2014ની સરખામણીએ આજે 37 બિલિયન વિકાસની વાતો થાય છે. મેન્યુફેક્ચરિંગ, બાયો ફાર્મા સહિત ઈલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું છે. પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝરે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર 350 રિફોર્મની જાહેરાત કરી હતી જેમાં જીએસટી નો સમાવેશ થાય છે. ટેકસટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે, તેના કારણે વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે.
સંકલ્પિત સરકાર અને કર્તવ્ય માર્ગથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ છે. 11 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ધન યોજના થકી દેશના લોકોને જોડવાનો વિચાર કર્યો હતો જેના થકી 2 હજાર કરોડની સેવિંગ્સ ખાતાઓમાં થઈ છે. 10 હજાર કરોડ દેશમાં મેન્યુફેક્ચરિંગ છે જેમાં રોજગારી વધી છે. દેશમાં ઈન્ડસ્ટ્રક્ચર વધવાથી ગરીબ પરિવારોને આર્થિક લાભ મળશે. સરકાર જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરે છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી કરે છે તેમ સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતું.
