સુરત ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ
જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા
નિખીલ મહેન્દ્ર રાઠોડ, સાહીલ ભગવાન સાળુંકે, શિવ રાહુલ ડોઢરે,
અજય ઉર્ફે જુગલ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડે ઝડપાયા
સુરત ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરી યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટી વિભાગ પાંચથી કલાકુંજ સોસાયટી જતા રોડ પર ચિરાગ ગોડકિયા પર અમારા વિસ્તારમાં કેમ આવ્યો, અમને મારવા આવ્યો છે તેમ કહી ઝઘડો કરી તેને મારમાર્યા બાદ ચિરાગ ગોડકિયા તરફ બંદુક તાકી એક રાઉન્ડ ફાયરિંગ કરી પેટની જમણી બાજુમાં ઈજા પહોંચાડી આરોપીઓ ભાગી છુટ્યા હતા જે બનાવને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા તથા પીઆઈ એચ.એસ. આચાર્ય અને પીએસઆઈ એમએસ મેવાડાની ટીમે તપાસ હાથ ધરી આરોપીઓ નિખીલ મહેન્દ્ર રાઠોડ, સાહીલ ભગવાન સાળુંકે, શિવ રાહુલ ડોઢરે, અજય ઉર્ફે જુગલ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
