સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે ઉધનામાં આગ
વિજય નગર સોસાયટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ
આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે ઉધના ખાતે આવેલ વિજય નગર સોસાયટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં અચાનક આગ ફાટી નીકળતા આખા વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. તો આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. જ્યારે આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.
