સુરત ડીસીપી ઝોન સાત માં વાહન ચાલકોને દંડ
એસીપી સહિતનાઓએ ટ્રાફિક મેગા ડ્રાઈવ યોજી
55 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો
સુરત ડીસીપી ઝોન સાત વિસ્તારમાં એસીપી સહિતનાઓએ ટ્રાફિક મેગા ડ્રાઈવ યોજી હતી અને 55 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.
સુરત ડીસીપી ઝોન 7 વિસ્તારમાં ડીસીપી ના માર્ગદર્શન અને એસીપી એમ ડિવિઝની સૂચના મુજબ પોલીસ દ્વારા ભાઠા ભાટપોર ટી પોઈન્ટ તથા ભેંસાણ ચોકડીખાતે મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડીસીપી ઝોન 7 ,એસીપી એમ ડિવિઝન, ઈચ્છાપોર પીઆઈ, ડુમસ પીઆઈ તથા હજીરા પીઆઈ સાથે પોલીસસ્ટાફ જોડાયો હતો. અને આ ડ્રાઈવ દરમ્યાન બ્લેક ફિલ્મ, હેલમેટ વગર ડ્રાઈવીંગ, ટ્રિપલ રાઇડર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે 140 વાહનો ચેક કર્યા હતા જેમાં 55 વાહનચાલકોને અલગ અલગ ગુના બદલ દંટ ફટકારી 19, 200 વસુલ કર્યા હતાં.
