સુરત સારોલી ખાતે આવેલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરત સારોલી ખાતે આવેલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ભીષણ આગ
આગ લાગતા ફાયરની 25 થી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ
ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલી ખાતે આવેલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 25 થી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં આજે 8 ફેબ્રુઆરી વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો પાંચમા માળ સુધી પ્રસરી ગયો હતો. જેને લઈ આખઆ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતા ફાયરની 25 થી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અને ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ભીષણ આગને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *