ધોરાજીમાં ડુંગળીના ભાવ તળિયે, ખેડૂતોમાં રોષ
ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ડુંગળી ખેડૂતને આર્થિક ફટકો
માવઠા બાદ હવે ભાવનો માર, ડુંગળી ખેડૂતો મુશ્કેલીમાં
રાજકોટ જીલ્લા ના ધોરાજી માં ખેડૂતો ને ડુંગળી ના પુરતા ભાવ ન મળતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે તળિયે બેસી ગયેલા ડુંગળી ના ભાવ થી ખેડૂતો ને આર્થિક ફટકો પડ્યો છે
ગરીબો ની કસ્તૂરી કહેવાતી ડુંગળી એ ખેડૂતો ને રાતા પાણીએ રોવડાવ્યા છે ધોરાજી પંથકમાં ખેડૂતોએ માવઠું અતિવૃષ્ટિ જેવી આકાશી આફતોનું સામનો કરી ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠયુ અને બાદમાં ખેડૂતોને એવી આશા હતી કે સારા એવા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું ખેડૂતોએ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને જ્યારે ડુંગળીનો ઉત્પાદન નું સમય આવ્યો તો માવઠું પડ્યું જેને કારણે 30 ટકા થી વધુ પાક ને નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હવે પૂરતા ભાવ નથી મળી રહી છે
આમ ખેડૂતોનું કહેવું છે કે જાણે કુદરત અને સરકાર બંને ખેડૂતો ઉપર રૂઠી હોય એવું લાગી રહ્યું છે એક તરફ આકાશી આફતોને કારણે ખેડૂતો હેરાન છે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે ત્યારે બીજી તરફ હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતોને ડુંગળીના પોષણ સમભાવ નથી મળી રહ્યા હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ દીઠ રૂપિયા 100 થી 175 મળી રહ્યા છે ખેડૂતો આ ભાવને અપૂરતા ગણાવી રહ્યા છે ખેડૂતોનો કહેવું છે કે મિનિમમ ₹600 પ્રતિ મણ ના મળે તો ખેડૂતોને આર્થિક લાભ થાય ખેડૂતોનું કહેવું છે કે હાલ જે ભાવ મળી રહ્યા છે તે અપૂરતા છે ખેડૂતોની ડુંગળી ખેતરેથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા માટે જે ટ્રાન્સપોર્ટ ખર્ચ થાય છે તે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળી શકે એમ નથી આમ ખેડૂતો ને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે
