સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન દરમિયાન બનાવટી પાસપોર્ટ
ડુમસ પોલીસે આરોપી ભાવેશ બોરડની ધરપકડ કરી
ડુમસ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન દરમિયાન બનાવટી પાસપોર્ટ સાથે એકને પકડી પોલીસને સોંપતા ડુમસ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન બનાવટી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. ભાવેશ ધીરૂભાઇ બોરડ નામનો ઈસમ પોર્ટુગલનો નકલી પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરતો હતો. અને તેણે વર્ષ 2019માં બનાવટી પાસપોર્ટ બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. તો નકલી પાસપોર્ટના આધારે અનેક વખત વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ બુલાત કરી હતી. મુંબઈ અને સુરત એરપોર્ટ પરથી ઓછામાં ઓછા બે વખત વિદેશ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ ડુમસ પોલીસે આરોપી ભાવેશ બોરડની ધરપકડ કરી છે. અને બનાવટી પાસપોર્ટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પાસપોર્ટ ક્યાં અને કોની મદદથી બનાવાયો તેની તપાસ કરાઈ રહી છે.
