સુરતમાં કોકરીના વાસણોની આડમાં મોંઘી વિદેશી વ્હિસ્કીની હેરાફેરી
ટ્રાન્સપોર્ટ ખાતેથી હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી માલ મંગાવ્યો,
પોલીસે લાખોનો દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
ઉધના પોલીસે હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનારને ઝડપી પાડી લાખોનો દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉધના પોલીસ મથકની ટીમ ગણેશોત્સવને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટ ખાતેથી હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવનાર આરોપી એવા વેસુ ઈડબ્લ્યુએસ આવાસમાં રહેતા મીહીર રાજુ સોનીને ઝડપી પાડી તેની પાસેથી મોંઘીદાટ 2 લાખ 55 હજારથી વધુની કિંમતની 44 જેટલી દારૂની બોટલો તથા મોબાઈલ, મોપેડ સહિત 3 લાખથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
