સોનગઢ નગરપાલિકા ની મળતી દરેક સામાન્ય સભાની
ઠરાવની સર્ટિફાઇડ નકલ માટે વિરોધ પક્ષ દ્વારા માગ
સામાન્ય સભા બાદપાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુબલીકેટેશન ન થાય તે અગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈટ નકલ જે તે સમયે આપવામાં આવે તેવી માગ
સોનગઢ નગરપાલિકા પાલિકા દ્રારા વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનું બેન શાબાશખાન પઠાણ તેમજ નાસિર બસીરભાઈ શેખ દ્વારાપોતાની ફરિયાદ માં જણાવયુ છે કે સોનગઢ નગર પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાંપાલિકા સભ્ય તરીકે અવારનવાર સામાન્ય સભાની કાચી પાકી મિનિટ કોપી તેમજ કાચી પાકી ઠરાવની કોપી સહી સિક્કા વાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસર ને ફરિયાદ કરી છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે સામાન્ય સભા પૂરી થયા બાદ પાછળથી વિકાસના કામમાં કોઈ વધારો કે ડુબલીકેટેશન ન થાય જે તકેદારીના ભાગરૂપે વખત તો વખત મળનારી પાલિકાની સામાન્ય સભા ના નિયમ મુજબ તમામ વિરોધ પક્ષના સભ્યોને ઠરાવની કાચી પાકી મિનિટ કોપી અને ઠરાવની સહી સિક્કા વાળી કોપી આપવા મારી માગ છે….
