સુરતની અઠવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ
ગુનાખોરી ડામવા પોલીસ દ્વારા કોમ્બીંગ
શંકાસ્પદ સ્થળોની ચેકીંગ, બસ સ્ટેન્ડ, સહિતની તપાસ
સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ દ્વારા કોમ્બીંગ કરાઈ રહ્યુ છે ત્યારે સુરતની અઠવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતું.
સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2ના આદેશને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝનની આગેવાનીમાં અઠવા પોલીસની ટીમે કોમ્બીંગ હાથ ધર્યુ હતુ અને વાહન ચેકીંગ, હોટલ, ધાબા, મુસાફરખાના, નાસતા ફરતા આરોપીઓ, ભાડુઆતો, જામીન પર છુટેલા આોપીઓ, પેરોલ ફર્લો આરોપીઓ, શંકાસ્પદ સ્થળોની ચેકીંગ, બસ સ્ટેન્ડ, સહિતની તપાસ કરી હતી. જેને લઈ અસામાજિક તત્વોમાં રિતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.
