ઇડરના ધારાસભ્ય રમણ વોરાના વાયરલ મેસેજનો મામલો
વાયરલ મેસેજને લઈ ધારાસભ્ય રમણ વોરાની પ્રતિક્રિયા
2022થી મારા વિરુદ્ધ નેરેટિવ ચાલે છે
ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ચેટ વાયરલ થવાના મુદ્દે હવે પોતાનો લૂલો બચાવ કર્યો છે. રમણલાલ વોરાએ કહ્યું કે 2022થી મારા વિરુદ્ધ નેરેટિવ ચાલે છે.
ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાની વિવાદીત ચેટમાં વિસાવદરવાળી કરવાનો ઉલ્લેખ કરાયો છે અને હવે વિવાદ થતાં તથા આ ચેટ વાયરલ થતાં રમણલાલ વોરાનું નિવેદન આવ્યું છે જેમાં તેમણે પોતાને બદનામ કરવાનું કાવતરૂ ગણાવ્યું છે. રમણલાલ વોરાએ કહ્યું કે મે ક્યારેય ભાજપ માટે નેગેટિવ વાત નથી કરી. તેમણે એમ પણ કહ્યું કે વાયરલ ચેટવાળો નંબર મારો જ છે પણ 2022થી મારા વિરુદ્ધ એક નેરેટિવ ચાલે છે અને મારા વિશે અમુક મીડિયા ઘણું લખે છે. તેમણે આરોપ લગાવ્યો કે લખાવવાવાળા ભાજપ વાળા પણ છે અને આ મામલે સરકાર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે. જો કે રમણલાલે આ મેસેજ વાયરલ કેવી રીતે થયો તે અંગે જવાબ આપ્યો ન હતો સાબરકાંઠા ભાજપના ગ્રુપમાં રમણલાલ વોરાનો મેસેજ વાયરલ થવાનો મામલો ગરમાયો હતો. જેથી વાયરલ સ્ક્રીન શોટ અંગે રમણલાલે પોતાનો લુલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું અને મે ક્યારેય ભાજપ અંગે નેગેટિવ વાત કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે મારી પાસે 2 મોબાઇલ છે અને મારા નામે વિસાવદર વાળી કોમેન્ટ કરાઇ છે. જો કે મેસેજ વાયરલ કેમ થયો તેનો મણલાલ વોરા કોઈ જવાબ આપી શક્યા ન હતા. તેમણે કહ્યું કે ગુજરાતનું મીડિયા સારું છે પણ અમુક લોકો આવું લખે છે અને લખાવવા વાળા ભાજપ વાળા પણ છે . ભાજપનો કાર્યકર સરકાર વિરોધી લખે તેની તપાસ થાય તેમ કહીને તેમણે માગ કરી કે સરકાર તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
