નાનપુરા કાદરશાની નાળામાં ડ્રેનેજ લીકેજથી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
મેટ્રો કામગીરી દરમિયાન નાળમાં પાણી લીકેજ,
કાદરશાની નાળામાં પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ,
સુરતના નાનપુરા ખાતે આવેલ કાદરશાની નાળમાં મેટ્રોની કામગીરી વચ્ચે ડ્રેનેજ લાઈનમાંથી પાણી લીકેજ થતા આખા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતના વિકાસવાતો વચ્ચે જાણે હાલ તો લોકો હેરાન થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. તો સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયુ હોવાની શક્યતાઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. અને ડ્રેનેજ લાઈન લીકેજ થતા આખા વિસ્તારમાં ગંદુ વાસ મારતુ પાણી ફરી વળતા સ્થાનિકોને બિમારીઓ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે હવે આ વિસ્તારના લોકોની સમસ્યાનો ક્યારે નિવેડો આવશે તે જોવુ રહ્યું…
