સુરતના આંજણા ટેનામેન્ટમાં આવાસ અને દુકાનોનું ડ્રો
416 જેટલા આવાસ અને 6 દુકાનોનો જળ શક્તિ મંત્રીના હસ્તે ડ્રો
સુરતના રીંગરોડ ખાતે આવેલ આંજણા ટેનામેન્ટમાં નવા બનેલા આવાસ અને દુકાનોનું ડ્રો કરાયુ હતું.
સુરતના રીંગરોડ પર આવેલ આંજણા ટેનામેન્ટના રિ ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાયા બાદ હવે આવાસ અને દુકાનો તૈયાર થતા ડ્રો કરાયુ હતું. આંજણા ટેનામેન્ટમાં નવા બનેલા 416 જેટલા આવાસ અને 6 દુકાનોનું કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કર્યા બાદ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યુ હતું. સુરત મનપા દ્વારા આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે હાથ ધરાયો હતો. તો સી.આર પાટીલે ટેનામેન્ટનુ નિરીક્ષણ પણ કર્યુ હતું.
