સુરત શહેર ઝોન ટુ વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ
ડીસીપી ઝોન ટુ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ
દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો
સુરત શહેર ઝોન ટુ વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો ડીસીપી ઝોન ટુ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.
સુરત શહેર ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2025 દરમ્યાન પકડાયેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન મળી 58,58,327ની મત્તાનો દારૂનો નાશ કરાયો હતો. આ સમયે ડીસીપી ઝોન ટુ, મામલતદાર તથા ઝોન ટુમાં આવતા પોલીસ મથકના પી.આઈ. સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો હતો.
