સુરત કોર્ટ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત કોર્ટ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા
પોક્સો કેસને લઈ વકીલો સાથે વાત કરી
આપ સૌ ના ઘરમાં પણ દીકરીઓ છે.

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોક્સો કેસને લઈ વકીલો સાથે વાત કરી મોટુ નિવેદન આપ્યુ હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોક્સોના કેસને લઈ વકીલ મિત્રોને અપીલ કરી હતી. મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરાવવા બદલ બાર કાઉન્સિલનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો હતો. અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો છે. કાયદાની સમજણ અહીં બેઠેલા વકીલ મિત્રો જોડે નાસ્તો કરતા કરતા મળી છે. અહીં બેઠેલા લોકો જોડે દિલના સંબંધો છે. નાના મોટા પ્રશ્નો રેગ્યુલર મળતા હોય છે. તો રાજ્ય સરકાર વકીલ મિત્રોના પ્રશ્નોને પોઝીટીવ તરીકે લઈ આગળ વધી રહી છે. અલગ અલગ લોકો પાસેથી સૂચનો મળ્યા છે, તે દિશામાં આગળ વધી રહ્યા છે. મારા મનમાં પણ એક વાત છે. જે અનેક લોકોને ગમશે અને અનેક લોકોને નહીં ગમે. આપ સૌ ના ઘરમાં પણ દીકરીઓ છે. આપણને પણ એ ધરતીએ મોટા કર્યા છે. મારી વિનંતી છે કે આપ સૌ લોકો પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો. ગુનેગારોને સજા અપાવવામાં આપ વકીલ મિત્રોના સહયોગની જરૂર છે.

રાજ્યની દીકરીને ન્યાય અપાવવા માટે બદલાવ લાવવામાં ખૂબ મોટી સફળતા મળી છે. 25 દિવસમાં પોક્સોના કેસમાં આરોપીને આજીવન સજા મળી, છેલ્લા પાંચ વર્ષમાં આવા અનેક ઓર્ડર થયા જેમાં આરોપીઓને કડકથી કડક સજા થઈ છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલની ટીમ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પ્રત્યે હમદર્દી રાખીએ. કોઈ આરોપીને બચાવવા કરતા પરિવારની દીકરીને ન્યાય અપાવવાનો વિચાર કરીએ. આપણે આપણા શહેરમાં ઝીરો પોક્સો કેસોમાં સફળતા મેળવીશું. વકીલોની માંગણી બાબતે સરકાર પોઝીટીવ છે તેમ પણ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *