અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો ચાર્જ ડીઇઓએ સંભાળ્યો
નયનની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ આવી હતી વિવાદમાં
શાળા સરકાર હસ્તક થતાં ડીઇઓએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધા બાદ આજે સોમવારના રોજ ડીઈઓએ અધિકારીઓની નિમણૂક કરી છે. આજે ડીઇઓ અને ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં સરકારી અધિકારીઓએ વિધિવત વહીવટી ચાર્જ લીધો છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વહીવટ સરકારે હસ્તક લીધા બાદ આજે ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. આજે ડીઈઓની હાજરીમાં સરકારી અધિકારીઓએ વિધિવત વહીવટી ચાર્જ લીધો છે. સેવન્થ ડે સ્કૂલ બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી છે. આ પ્રસંગે ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત આગેવાનોએ અધિકારીઓનું સ્વાગત કર્યું છે. આ અંગે DEO રોહિત ચૌધરીએ આજના પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સલામતી હિતને ધ્યાને લઇને વહીવટીદારની નિયુક્તિ કરવામાં આવી છે. .
સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધા બાદ આજે સોમવારના રોજ ડીઈઓએ અધિકારીઓની નિમણૂક કરી છે. આજે DEO અને ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં સરકારી અધિકારીઓએ વિધિવત વહીવટી ચાર્જ લીધો છે. બીજી બાજુ સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને સ્કૂલ સંચાલકોની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થશે, સ્કૂલ સરકાર હસ્તક લેવાનો નિર્ણય રદ્દ કરવા માગ કરવામાં આવી છે, સરકારના નિર્ણય પર સ્ટે લાવવા સંચાલકોની માગ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
