વરાછા રેલ્વે સ્ટેશનના વિસ્તરણમાં નડતરરૂપ મિલ્કતોનુ ડિમોલીશન
પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા કાચી દુકાનો અને મકાનોનુ ડિમોલીશન
1995 ની સંપાદિત જગ્યા ડિમોલીશન કરી તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરાઈ
સુરતના વરાછા લંબેહનુમાન રોડ પર રેલ્વે સ્ટેશનના વિસ્તરણમાં નડતરરૂપ થતી મિલ્કતોનુ ડિમોલીશન કરાયુ હતું.
સુરત રેલ્વે સ્ટેશનને હાલ અદ્યતન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતના રેલ્વે સ્ટેશનના વિસ્તરણમાં નડતરરૂપ થતી વરાછા લંબેહનુમાન રોડ પર આવેલી મિલ્કતોનુ ડિમોલીશન કરાયુ હતું. વર્ષો જુની જગ્યાએ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા કાચી દુકાનો અને મકાનોનુ ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. અને 1995 ની સંપાદિત જગ્યા ડિમોલીશન કરી તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરાઈ હતી.
