તારીખ 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ્ઝ દિવસ
માંડવી હોમગાર્ડ યુનિટ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન
માંડવી હોમગાર્ડ યુનિટ દ્વારા તારીખ 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ્ઝ દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરાયુ.
માંડવી યુનિટ ખાતે હોમગાર્ડ્ઝ દિવસ નિમિત્તે સુરત જિલ્લા કમાન્ડન્ટ એસ.કે પટેલની અધ્યક્ષ સ્થાને વ્યસન મુક્તિ રેલીનું આયોજન કારવામાં આવ્યું હતું, જેમાં માંડવી નગર ઇનચાર્જ ઓફિસર કમાન્ડિંગ હિમાંશુ કાયસ્થ, ક્લાર્ક જિજ્ઞેશ પ્રજાપતિ, પ્લાર્ટુન કમાન્ડર દેવીદાસ પાવર અને સુનીલ કાયસ્થ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી હોમગાર્ડઝ યુનિટ ભૂતપૂર્વ સિનિયર ઓફિસર કમાન્ડિંગ સતિષભાઈ કાયસ્થ પણ હાજર રહ્યા હતા અને તમામ સભ્યો એ હાજરી આપી હતી….
