જૂનાગઢના કેશોદના ફાગળી ગામમાં 7 ગૌવંશના મૃત્યુ
ગૌવંશના મૃત્યુને લઈને ગૌપ્રેમીમાં ભારે રોષ
ગૌરક્ષકોએ સમગ્ર કેસમાં તપાસની કરી માગ
કેશોદના ફાગળી સીમ વિસ્તારમાં આવેલ જૂની ડમ્પીંગ સાઇટ પર 7 કરતાં વધુ ગૌમાતા, ધણખુટ સહિતના ગૌધન મૃત હાલતમાં મળી આવતાં સરપંચે ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. આથી ગૌરક્ષકો, પોલીસ, પશુ દવાખાનાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
શોદના ફાગળી સીમ વિસ્તારમાં આવેલ જૂની ડમ્પીંગ સાઇટ પર 7 કરતાં વધુ ગૌમાતાના મૌત મામલે ગૌરક્ષકોએ અજાણ્યાં તત્વોએ ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવામાં આવ્યાં હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે પંચ રોજકામ જયારે પશુઓના શંકાસ્પદ મૃત્યુનું કારણ જાણવા વેટરનરી ડોકટરે સહિતના સ્ટાફે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરી વિસેરાને એફએસએલમાં મોકલવા કાર્યવાહી કરી હતી. ગૌરક્ષકોએ રખડતાં ગૌધન પશુઓના વારંવાર શંકાસ્પદ મોત મામલે દુખની લાગણી વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. આ અંગે ગૌરક્ષક નિરવ લશ્કરી, જય રૂપારેલિયા, પ્રતાપસિંહ જુંજિયા સહિતે અગાઉ ખોરાકમાં ઝેરી અસરના કારણે 11 થી વધુ ગૌધનના મોત મામલાને યાદ કરી ફરી વખત આવી ઘટના ન બને તે માટે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
કેશોદના સ્ટાર સિટી અને જોલી પાર્ક વચ્ચે રખડતાં શ્વાન ખુલામાં ફરતાં વાછરડાંને મારી નાખવા અઠવાડિયામાં 2 ઘટના બને છે સ્થાનિકોએ રોષ ઠાલવી પાલિકાને શ્વાન પકડવા માંગ કરી હતી.જે ઉપલક્ષમાં સ્થાનિક રહેવાસી કાનજીભાઈ ડોડિયાએ પાલિકા ચીફ ઓફિસર સાથે વાત કરતાં ચીફે અઠવાડિયામાં શ્વાનને પકડવા બાંહેધરી આપી હતી. કેશોદ પંથકમાં પશુઓના શંકાસ્પદ મોત મામલે મૃત પશુઓનો ખોરાક કરતાં શ્વાન રોગનો ફેલાવો કરતાં હોય લોકોના આરોગ્યને ધ્યાને રાખી હડકવા રોગ લાગું પડવાની ઘટનાને ધ્યાને રાખી લોકો હડકવાગ્રસ્ત પશુઓનો ભોગ ન બને આથી પાલિકા, પશુ દવાખાનાએ સંયુક્ત વેકસિનેશન કામગીરી કરવી જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
