સુરતના ભેસ્તાન ખાતે કરંટ લાગતા મૌત
17 વર્ષના કિશોરનુ મોત નિપજ્યુ
17 વર્ષના કિશોર આશિષ કોલ રોલ પોલીસના ખાતામાં કામ કરતો
સુરતના ભેસ્તાન ખાતે રોલ પોલીસના ખાતામાં કરંટ લાગતા 17 વર્ષના કિશોરનુ મોત નિપજ્યુ હતું.
સુરતમાં ફરી કરંટ લાગતા એક કિશોરનુ મોત નિપજ્યુ હતું. વાત એમ છે કે ભેસ્તાન વિસ્તારમાં આવેલ સનસાઈન સોસાયટીમાં આવેલ રોલ પોલીસના ખાતામાં 17 વર્ષના કિશોર આશિષ કોલ રોલ પોલીસના ખાતામાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન આશિષનો હાથ મશીનને અડતા કરંટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો મૃતક કિશોર રોલ પોલીસના ખાતામાં કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. હાલ તો પરિવારે પોતાનો આર્થિક સહારો ગુમાવતા યોગ્ય ન્યાયની માંગ કરી હતી.
