સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળ્યા
ડિંડોલીમાં 2 વિદ્યાર્થિનીના મૃતદેહ માલ્ટા ચકચાર
પોલીસ દ્વારા બંને વિદ્યાર્થિનીના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃતદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે સવારે કોલેજ જવા નીકળી હતી.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો. સંબંધી બપોર વીતી જવા છતા બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જોકે, 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી. ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતા કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતે શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મંદિર પરિસરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી દોડી આવ્યો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છ
પોલીસ તપાસ દરમિયાન આજે શનિવારે સવારે બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણીયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સણીયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા બંને યુવતીઓ જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતા પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
