સુરતમાં વીઝા અપાવવાના બહાને 13 લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વીઝા અપાવવાના બહાને 13 લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગી
કરોડો રૂપિયા પડાવનાર ઠગને પાલ પોલીસે ઝડપી પાડ્યો
વરૂણ રાજુ પરમારને ઝડપી પાડ્યો

ફીનલેન્ડના ઈ વર્ક પરમિટ વિઝા તથા કેનેડા ખાતેના સ્ટેમ્પ વીઝા અપાવવાના બહાને 13 લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગને પાલ પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બારવાલ, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ એમવી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભરતભાઈ તથા અહેકો વેલાભાઈ અને હિેતન્દ્રસિંહે બાતમીના આધારે ફીનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 13 લોકો પાસેથી 2 કરોડ 13 લાખ પડાવી ઠગાઈ આચરનાર અડાજણ ખાતે રહેતા વરૂણ રાજુ પરમારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *