સુરતમાં ગુનેગારો બેફામ બન્યા
વેડરોડ પર જુની અદાવતમાં બે યુવાનો પર જીવલેણ હુમલો
નિલેશ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં
સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વેડરોડ પર જુની અદાવતમાં બે યુવાનો પર જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે ત્યારે સુરતના વેટરોડ પર માથાભારે બુટલેગર ભરત પટ્ટીના સાગરિતો દ્વારા આતંક મચાવાયો હતો. અને જુના ઝઘડાનીઅદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો રાયો હતો. જેમાં નિલેશ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવને લઈ ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
