સુરતમાં નકલીની બોલબલા યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નકલીની બોલબલા યથાવત
એસઓજીની ટીમે પુણાગામ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો
ડેરી માલિક સંચાલત સત્યવીર તારાસિંહ ધાકરેની ધરપકડ

સુરતમાં નકલીની બોલબલા યથાવત હોય તેમ સુરત એસઓજીની ટીમે પુણાગામ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો.

સુરત શહેરમાં નકલીનો વેપાર કરનારાઓ સામે એસઓજીની ટીમે લાલ આંખ કરી છે. ત્યારે સુરત એસઓજીની ટીમે આરોગ્ય અધિકારી ડીવી મકવાણા સાથે મળી પુણાગામ ખાતે આવેલ મારૂતિ નગર સોસાયટી વિભાગ બેની એ વન ડેરી ફુડ્સમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી શંકાસ્પદ 329 કિલો ગ્રામ જેટલો લુઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તો નકલી પનીર સાથે ડેરી માલિક સંચાલત સત્યવીર તારાસિંહ ધાકરેની અટકાયત કરાઈ હતી. જ્યારે તેને પનીરનો જથ્થો મોકલનાર અશોક દુબેને વોન્ટેડ જાહેર કરાયો હતો. તો કડોદરા ચોકડી પાસે ઈકો કાર લઈ જઈ દર બીજા દિવસે 200 રૂપિયા પ્રતિ કિલો ગ્રામના ભાવે પનીર લાવી 220 રૂપિયે પ્રતિ કિલો પનીર વેંચતો હોવાનુ અને રોજનુ 100 કિલો પનીરનુ વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી. તો આરોપી સુરતમાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરર્સમાં વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *