સુરત,માં ચિરાગ ગોટીનુ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનુ કાવતરૂ

Featured Video Play Icon
Spread the love

સુરત,માં ચિરાગ ગોટીનુ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનુ કાવતરૂ
વેપારીને ધમકાવી માર મારી ખંડણી માંગનાર ટોળકી સામે ગુનો
ટોળકી સામે ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ

ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાનુ કાવતરૂ રચનાર ચિરાગ ગોટી અને તેના ભાઈ, પિતા સહિતની ટોળકીના આતંકનો ભોગ બનેલાઓ સામે આવી રહ્યા હોય ત્યારે વેપારીને ધમકાવી માર મારી ખંડણી માંગનાર આ ટોળકી સામે ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે જેની તપાસ સુરત એસઓજીએ હાથ ધરી છે.

સિંગણપોર પોલીસ મથકમાં પોતાના જ ભાગીરાની કારમાં ડ્રગ્સ મુકી તેને ફસાવવાનુ કાવતરૂ ઘટના ચિરાગ ગોટી તેના ભાઈ નિરાંત ગોટી અને તેના પિતા ઘનશ્યામ ગોટી સામે ગુનો નોંધાયા બાદ નિરાંત અને ઘનશ્યામની ધરપકડ કરાઈ હતી જો કે ચિરાગ ભાગી છુટ્યો હોય સુપ્રિમ કોર્ટની ટકોર બાદ ચિરાગ ગોટી કોર્ટમાં હાજર થયો હતો. અને ત્યારબાદ તેના આતંકનો ભોગ બનેલા જીજ્ઞેશ વ્યાસ સહિતનાઓ મેદાને આવ્યા હતા અને પોતાના પર આચરાયેલ બર્બરતાના વિડીયો સહિત વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી. પોતાના કર્મચારીઓને પણ માર મારતા વિડીયો ચિરાગ ગોટીએ ઉતાર્યા હોવાનુ સામે આવ્યુ છે.

હાલમાં જીજ્ઞેશ વ્યાસને જમીનનો ધંધો કરવા દેવા માટે ધમકાવી 50 હજારની ખંડણી પડાવ્યા બાદ બે લાખ દર મહિને આપવા પડશે તેવી ધમકી આપી જીજ્ઞેશ વ્યાસને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. હાલ તો સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ એસઓજી આ તપાસમાં જોડાઈ છે અને જીજ્ઞેશ વ્યાસની ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાયા બાદ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *