સુરત : રૂદ્દરપુરા પોલીસ લાઈન વિસ્તારના રહીશો માટે કોંગ્રેસની માંગ

Featured Video Play Icon
Spread the love

સુરત : રૂદ્દરપુરા પોલીસ લાઈન વિસ્તારના રહીશો માટે કોંગ્રેસની માંગ
ડિમોલિશન પહેલાં વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે
રૂદ્દરપુરામાંથી હટાવાતા લોકોને કોંગ્રેસ દ્વારા ન્યાયની માંગ
રૂદ્દરપુરા ડિમોલિશન કેસમાં કોંગ્રેસ મેદાને

સુરતના રૂદ્દરપુરા ખાતે વોર્ડ નંબર 1માં  આવેલ નવાબ મીર ટ્રસ્ટ અને સરકારી જમીન કે જે પોલીસ લાઈન થી ઓળખાઈ છે ત્યાં વર્ષોથી લોકો વસવાટ કરતા હોય જેઓને ત્યાંથી દુર કરાતા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસની આગેવાનીમાં મેયર અને મનપા કમિશનરને આવેદન પત્ર અપાયુ હતું.

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રૂદ્દરપુરા પોલીસ લાઈનમાં આવતા મકાનોનુ શહેર વિકાસ અર્થે સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થારૂપે રહેણાંક મકાનો ફાળવવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને ન્યાય મળે તે માટે સુરત મહાનગર પાલિકાના મેયર અને કમિશનરને અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને સાથે રાખી કોંગ્રેસદ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. અને અસરગ્રસ્તો સાથે ન્યાય કરવામાં તેવી માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *