રાહુલ ગાંધી સામે કોંગ્રેસ કાર્યકરનો બળાપો

Featured Video Play Icon
Spread the love

રાહુલ ગાંધી સામે કોંગ્રેસ કાર્યકરનો બળાપો
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવા જીવ દેવા પણ તૈયાર
મિતેશ પરમારે કહ્યું 35 વર્ષથી લડું છું પણ મોટા નેતાઓ રોકે છે

તારીખ 26 જુલાઈ 2025 ને શનિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યાં છે. સવારે તેમનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું અને અહીંથી આણંદ ખાતેના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. વડોદરા એરપોર્ટની બહાર રાહુલ ગાંધી આવતાં એક કોંગ્રેસ કાર્યકર્તાએ તેમની ગાડીની આગળ આવી ‘રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ એવા નારા જોરશોરથી લગાવ્યા હતા. આ સંભાળતાં જ રાહુલ ગાંધીએ મિતેશ પરમાર નામના કાર્યકરને મળવા બોલાવ્યો હતો અને તેનું કાર્ડ પણ લીધું હતું.

તારીખ 26 જુલાઈ 2025 ને શનિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યાં છે ત્યારે કોંગ્રેસ નેતા મિતેશ પરમાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ હતો કે રાહુલ ગાંધી જ્યારે મને જોશે ત્યારે અવશ્ય બોલાવશે. અગાઉ પણ મને મળવા માટે બોલાવ્યો હતો. અગાઉ વડોદરા આવ્યા હતા ત્યારે પોલીસે મને રોકી દીધો હતો. ઘણા સમયથી તેમને હું મળી શક્યો નહોતો. મને આજે બહુ આશા હતી કે હું તેમને મળું. હું ગાડી આગળ નારા લગાવતો હતો કે રાહુલ ગાંધીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ નારો બોલતાં જ તેમણે મને બોલાવ્યો હતો. વડોદરામાં કોંગ્રેસનાં નાનાં-નાનાં ગ્રુપ પડી ગયાં છે અને તેઓ દ્વારા તેના માણસોને ટિકિટ આપી દેવામાં આવે છે. હું સાચો કોંગ્રેસનો કાર્યકર્તા છું. હું ઇચ્છું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને વડોદરમાં મેયર પણ કોંગ્રેસના હોય. કોંગ્રેસની સરકાર બનાવવા માટે જરૂર પડ્યે મારો જીવ પણ આપી દઈશ. મારા પર 100 જેટલા કેસ થયા હશે. રાહુલ ગાંધીએ મને બોલાવ્યો હતો અને હું વાતચીત કરવા ગયો ત્યારે તેમણે મને નંબર લખાવવાનું કહ્યું હતું. મેં મારું કાર્ડ આપ્યું હતું અને હાથ મિલાવ્યો હતો. તેમણે હમ મિલતે હૈ એવું કહ્યું હતું. મને વિશ્વાસ છે કે તેઓ મને મળશે.

જ્યારે વડોદરામાં વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે મારા ઘરને પોલીસ ઘેરી લે છે. પોલીસ મને પરેશાન કરે છે, મારી નોકરી-ધંધો બધું જતું રહ્યું છે, એવી રજૂઆત કરી હતી. એમાં રાહુલજીએ મને કહ્યું કે ડરો મત, મૈં તુમ્હારે સાથ હૂં… તેમને આંદોલન યોગ્ય રીતે નથી થતાં એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મારે મોટું આંદોલન કરવું છે, પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી. ગુજરાત-વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું એ માટે 35 વર્ષથી લડી રહ્યો છું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *