મોડાસામાં એમ્બ્યુલન્સ દુર્ઘટનાને લઈને કલેકટરનું નિવેદન

Featured Video Play Icon
Spread the love

મોડાસામાં એમ્બ્યુલન્સ દુર્ઘટનાને લઈને કલેકટરનું નિવેદન
ઓક્સિજન સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હોય શકે
4 લોકોના આગની ઝપેટમાં ઓન ધી સ્પોટ ડેથ
સ્થળ પર જ તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા નવજાત સહિત 4 લોકો સળગી ગયા છે, આ ઘટનાને પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે આપી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. એક વાગ્યાની આજુબાજુ મધરાતે મોડાસામાં રાણાસૈયદ, મોડાસા-ધનસુરા વચ્ચે હાઈવે પર એક દુઃખદ બનાવ બન્યો છે. એક એમ્બ્યુલન્સમાં લોકો ઓરેન્જ હોસ્પિટલ જતાં હતાં. લુણાવાડામાં ડિલિવરી થઈ, આ ત્રીજું બાઈક હતું પહેલાં બે બાળક બચી ન શક્યાં. આ બાળકનું જીવન કીમતી અને ખૂબ આશા સાથે પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને ત્યાંથી ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું.

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે ગઈકાલે રાતે મોડાસાથી અમદાવાદ હાઈવે જાય છે, બાયપાસ. ત્યાં મોડાસા ટાઉનથી બે-એક કિલોમીટર દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા. તાજું જન્મેલું બાળક લુણાવાડાથી લઈને એનો પરિવાર લઈ અમદાવાદ રીફર કરેલું હતું. અમદાવાદ લઈ જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઈપણ કારણસર, ટેક્નિકલ પણ હોય કે બીજું કોઈપણ કારણ હોય, જેથી પાછળની જગ્યાએ આગ લાગી, પાછળ જે ચાર લોકો બેઠા હતા એમની ઓન ધી સ્પોટ ડેથ થઈ છે. આગળ બેઠા હતા એ ત્રણેય જણ ઈન્જર્ડ છે. ટોટલ સાત લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા. આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે.

એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે. બાળક, તેના પિતા, ડોક્ટર અને નર્સનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે આગળની સાઈડમાં બેસેલા ડ્રાઈવર તથા મૃતકના ભાઈ અને માતા ગાડીમાંથી ઉતરી ગયાં હતાં અને ત્રણેયને વત્તા ઓછાઅંશે દાઝી ગયાં છે. આ ઘટનાનો મેસેજ મળતાં ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108, ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.

મળતી પોલીસ સૂત્રોની માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જતાં હતાં, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા અને દાદી તથા એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝી ગયાં હતાં….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *