ચોક બજાર પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
જીતુ નાગજી ધામેલીયાને ગાંજા સાથે ઝડપ્યો
69 હજારનો ગાંજો તથા અન્ય મત્તા કબ્જે કરી
સુરતની ચોક બજાર પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવીઝનના નેજા હેઠળ ચોક પી.આઈ. એન.જી. ચૌધરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રાહુલ તથા સંજયને મળેલી બાતમીના આધારે સિંગણપોર રોડ જીવિલા રેસ્ટોરન્ટની બાજુમાં પાન માવાની દુકાનમાંથી ગાંજાનો જથ્થો વેંચનાર જીતુ નાગજી ધામેલીયાને ઝડપી પાડી તેની પાસેથી 69 હજારનો ગાંજો તથા અન્ય મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
