સુરતમાં વધી રહેલા ચેઈન સ્નેચીંગના બનાવો
સોનાની ચેઈનની સ્નેચીંગ કરનાર રીઢાને ઝડપ્યો
સ્નેચર શાહીલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો
સુરતમાં વધી રહેલા ચેઈન સ્નેચીંગના બનાવો વચ્ચે સોનાની ચેઈનની સ્નેચીંગ કરનાર રીઢાને પોલીસે ઝડપી પાડી સોનાની ચેઈન અને મોપેડ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જીજ્ઞેશભઈ, બિનુકુમાર અને સન્મુખભાઈને મળેલી બાતમીના આધારે ફરિયાદીની સોનાની ચેઈન સ્નેચીંગ કરી ભાગી છુટેલા રીઢા સ્નેચર શાહીલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ સોનાની ચેઈન તથા સ્નેચીંગ માટે ઉપયોગમાં લીધેલી મોપેડ મળી 1 લાખ 35 હજારની મત્તા કબ્જે કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.
