કેન્દ્ર સરકારની શ્રમ શકિત નીતિ 2025 તથા 4 લેબર કોડસ રદ કરવા માંગ

Featured Video Play Icon
Spread the love

કેન્દ્ર સરકારની શ્રમ શકિત નીતિ 2025 તથા 4 લેબર કોડસ રદ કરવા માંગ
સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આવેદન અપાયુ
29 મજુર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરી

સુરત જીલ્લા કલેકટર વતી કેન્દ્ર સરકારની શ્રમ શકિત નીતિ 2025 તથા 4 લેબર કોડસ રદ કરવાની માંગ સાથે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આવેદન અપાયુ હતું.

કેન્દ્ર સરકારે 29 મજુર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ નવા 4 લેબર કોડને 21 નવેમ્બર 2025 થી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેર નામાઓ બહાર પાડયા છે. જેના કારણે દેશમાં આશરે 61 કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેતમાં કામ કરી રહ્યા છે તથા કામદારોના ટ્રેડ યુનિયનો, વિવિધ ફેડરેશનોમાં અતિભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે. નવા 4 લેબર કોડ કામદાર વિરોધી, દેશના બંધારણ વિરોધી છે. અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા 4 લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંજીપતિ માલિકો, કોર્પોરેટના માધાંતાઓ તથા વિદેશી મલ્ટી નેશનલ કંપનીઓ ના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે.

કેન્દ્ર સરકારની શ્રમ શકિત નીતિ 2025 તથા 4 લેબર કોડસના વિરોધમાં તા, 26 નવેમ્બર 2025ના રોજ કાળો દિવસ મનાવવા, તથા વિરોધ કાર્યક્રમો કરવાની દેશના 10 સેન્ટલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી હોય જે અન્વએ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સીલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદેશીને લખાયેલ આવેદન પત સુરત જીલ્લાના કલેકટર દ્વારા મોકલી અપાઈ હતી. અને કેન્દ્ર સરકારના નવા 4 લેબર કોડ તથા શ્રમ શકિત નીતિ 2025 તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવે અને 29 મજુર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *