79 માં સ્વાતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી
સુરત પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યુ
સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
79 માં સ્વાતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યુ હતું. તો ત્યારબાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કાર્ક્રમો યોજાયા હતાં.
સુરત શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અઠવાલાઈન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આઝાદીની ઉજવણીના આ પર્વમાં શહેરના નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અને જનતા એક સાથે મળીને દેશભક્તિના રંગોમાં રંગાયા હતાં. સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે સુરત પોલીસે વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરી છે. ગુનાઓને ડિટેક્શન કરવામાં સુરત પોલીસ અગ્રેસર સતત રહે છે. રાષ્ટ્રપતિ તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીને મળ્યા તેમાંથી 6 પોલીસ કર્મચારી સુરતના છે. તો સાથે અન્ય વાતો પણ પોલીસ કમિશનરે કરી હતી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી સમયે પોલીસ જવાનોએ કરતબો પણ બતાવી ઉપસ્થિતોને મંત્રમુગ્દ કરી દીધા હતાં.
