દાહોદમાં મેરી સહેલી ગ્રુપ દ્વારા હરિયાળી તીજની ઉજવણી
રમતગમત મ્યુઝિકલ ચૈર ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવી
મહિલાઓ સહિત બાળકોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી
હરિયાલી તીજ પુરુષની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે
મરી સહેલી ગ્રુપ દ્વારા હરિયાલી તીજનું આયોજન કરવામાં આવ્યું, આ પ્રસંગે મહિલાઓ સહિત બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી
દાહોદ જિલ્લામાં આમ તો અવારનવાર કાર્યક્રમમાં થતા હોય છે એવા જ કાર્યક્રમમાં આજરોજ મેરી સહેલી ગ્રુપ દ્વારા હરિયાલી તીજની ઉજવણી કરવામાં આવી, હરિયાલી તીજ ની માન્યતા હિન્દુ સમાજમાં અને એ પણ ખાસ કરીને મહિલાઓ દ્વારામાં કરવામાં આવતી હોય છે, ઉજવણીમાં મહિલાઓ અને બાળકો માટે રમતગમત ડાન્સ ખાણીપીણી જેવા આયોજન કરવામાં આવતા હોય છે વાત કરીએ હરીયાલી તીજ જેમાં મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે ઉપવાસ કરતી હોય છે જેના ભાગરૂપે મહિલાઓ ભેગા મળીને આની ઉજવણી કરતા હોય છે જેમાં મેરી સહેલી ગ્રુપ દ્વારા હરીયાલી તીજનું આયોજન કરવામાં આવ્યું હતું, ફેશન શો, રમત ગમત, ગ્રુપ ડાન્સ સોળો ડાન્સ, મ્યુઝિકલ ચૈર, જેવી હરીફાઈઓ રાખી મહિલા વિજેતા ને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા ના રેલવે કોલોની સ્થિત જુનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ માં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..
