બિહારમાં એનડીએને મળેલી ભવ્ય જીતની સુરતમાં ઉજવણી
સુરત પધારેલ પીએમ નરેન્દ્ર મોદીએ બિહારીઓનું અભિવાદન લીધુ
એનડીએની બનેલી સરકાર અંગે ખુશી વ્યક્ત કરી
બિહારમાં એનડીએને મળેલી ભવ્ય જીતના બીજા દિવસે ગુજરાત આવેલા નરેન્દ્ર મોદીએ સુરતમાં બિહારીઓનું અભિવાદન લીધુ હતું. અને એનડીએની બનેલી સરકાર અંગે ખુશી વ્યક્ત કરી હતી.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારીઓનું સંબોધન કર્યુ હતું. અને જણાવ્યુ હતું કે બિહારના આ ઈલેક્શન પર સુરતમાં વસતા બિહારવાસીઓની પલ પલની નજર હતી. બિહારના લોકોને રાજનીતિ સમજાવી નથી પડતી. એ લોકો દુનિયાને રાજનીતિ સમજાવવાની તાકાત રાખે છે. આ ઈલેક્શનમાં એનડીએ ગઠબંધનનો જે વિજય થયો છે અને મહાગઠબંધન જેનો પરાજય થયો છે તેની વચ્ચે 10 ટકા વોટિંગનો ફરક છે. આ ખૂબ મોટી વાત છે, સામાન્ય મતદાતાએ એક તરફા મતદાન કર્યું છે. એક માત્ર બિહારમાં થયેલો વિકાસનો જ મુદ્દો સૌથી મહત્વનો રહ્યો છે. દુનિયામાં ક્યાંય પણ જાવો બિહારનું ટેલેન્ટ જોવા મળશે. ટેલેન્ટ સાથેનું બિહાર વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો મિજાજ બતાવી રહ્યું છે. આ ઈલેક્શન માં બિહારના આ મિજાજના દર્શન થયાં છે અને બિહારના જમાનતી નેતા સમગ્ર બિહારમાં જાતીવાદ ના ભાષણ કર્યા કરતા હતાં. તેમની જેટલી તાકાત હતી તે જાતિવાદનું ઝેર ફેલાવામાં લગાવી હતી. અને બિહારના આ પરિણામે જાતિવાદના ઝેરને સંપૂર્ણ પણે નકારી કાઢ્યું છે.
દેશ માટે આ સૌથી ઉજવળ સંકેત છે સમાજના સૌ વર્ગોએ, સૌ ક્ષેત્રોએ એનડીએના સાથીદળોને અભુતપૂર્વ સમર્થન આપ્યું છે. દલિત સમુદાયના પ્રભાવવાળા ક્ષેત્રની 38 બેઠકો માંથી 34 બેઠકો એનડીએ જીતી ગઈ છે. અને બિહારમાં એટલું બધું ઝૂઠ ફેલાવતા હતા તેમને દલિત સમાજે ઠુકરાવી નાખ્યાં છે. એમએમસી એટલે ેક મુસ્લિમલીગી માવાવાદી કોંગ્રેસને દેશે અસ્વીકાર કરી લીધો છે હવે કોંગ્રેસ પોતાની પાર્ટીને પણ પરાજયના કારણ સમજાવી શકતી નથી. હાલ તો બિહારનું પરિણામ હિન્દુસ્તાનની રાજનીતિ માટે અત્યંત અગત્યનું પરિણામ છે.
