સુરતના ઉધના ખાતે આવેલ એસ.ટી. ડેપો ખાતે દાદાગીરી

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના ખાતે આવેલ એસ.ટી. ડેપો ખાતે દાદાગીરી
અસામાજિક તત્વોને લઈને આવેલ ઈસમો દ્વારા દાદાગીરી
જી.એસ. ઠાકરે, કિશોર પાટીલ, ઈકબાલ વ્હોરાની દાદાગીરી

સુરતના ઉધના ખાતે આવેલ એસ.ટી. ડેપો ખાતે નિગમ માન્ય યુનિયન હોદ્દેદારો દ્વારા વાર્ષિક લવાજમ કલેકશન કાર્ય કરાતુ હતુ તે સમયે અસામાજિક તત્વોને લઈને આવેલા ઈસમો દ્વારા કરેલી દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે પોલીસ મથકમાં અરજી કરાઈ છે.

સુરતમાં હવે તો સરકારી જગ્યાઓ પર પણ ગુનેગારી જોવા મળી રહી છે. ત્યારે સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ યુનિયન ના ઉપપ્રમુખ ચિંતન પટેલ, સંગઠન મંત્રી કે.ડી. પટેલ, જીજ્ઞેશ સાયલણીયા અને પી. મોદીનાઓએ અરજી કરી જણાવ્યુ હતુ કે ઉધના બસ સ્ટેશન ડેપો ના પહેલા માળે નિગમ માન્ય યુનિયન હોદ્દેદારો દ્વારા વાર્ષિક લવાજમ કલેકશન કાર્ય કરાઈ રહ્યુ હતુ તે દરમયાન સંગઠનના પુર્વ હોદ્દેદારો જી.એસ. ઠાકરે, કિશોર પાટીલ, ઈકબાલ વ્હોરા દ્વારા નિગમ સિવાયના બહારના લુખ્ખા તત્વો લાવીને ગાળા ગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાથે બહારના અસામાજિક તત્વો લાકડી જેવા હથિયારો લઈ આવ્યા હોય જેથી નિગમના કોઈ પણ સભ્યને પર અસામાજિક તત્વો હુમલો કરશે તો તેની જવાબદાર ત્રણેય પુર્વ સભ્યોની રહેશે તેમ અરજીમાં જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *