ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીનુ બ્યુગલ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીનુ બ્યુગલ
સુરત કોંગ્રેસ દ્વારા જનતાનો મેનિફેસ્ટો જાહેર કરાયો
10 હજારથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરશે

ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીનુ બ્યુગલ ફુંકાઈ ગયુ છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા જનતાનો મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. અને જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મનપાની ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરશે તેમ જણાવ્યુ હતું.

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે સુરત મનપા ચૂંટણી માટે કોંગ્રેસે જનતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અને જણાવ્યુ હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો મનપાની ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યાઓ પર થશે કાયમી ભરતી કરશે. મહિલાઓના નામે નોંધાયેલી મિલકતોના વેરામાં 50 ટકા રાહત આપવાની કોંગ્રેસે જાહેરાત કરી છે. સાથે પાણીના મીટર હટાવી સ્માર્ટ વોટર સપ્લાય અને 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી આપવાનું વચન તો સુરતને લટકતા વાયરોથી મુક્તિ અને તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટની ફાળવણી કરાશે તેમ જણાવ્યુ હતું. સાથે રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે કોંગ્રેસ જનતા પાસે ઓડિટ કરાવશે સાથે પત્રકાર પરિષદમાં ભાજપના 37 વર્ષના શાસન પર પ્રહાર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *