બોટાદ શહેરના મુખ્ય માર્ગો બન્યા ખખડધજ
રસ્તા પર ખાડારાજના કારણે વાહન ચાલકો પરેશાન.
વાહનો ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદનું સારું જોર રહ્યું. ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં રાજ્યમાં બ્રિજ અને રસ્તાઓની સ્થિતિ બિસ્માર જોવા મળી. બોટાદમાં રોડ રસ્તાઓ દયનીય સ્થિતિમાં જોવા મળ્યા. પહેલા વરસાદમાં જ બ્રિજના રસ્તાઓ પર ખાડા અને ગાબડા પડયા. વરસાદ થતા રોડનું ધોવાણ થતા રસ્તાઓ પર ડામર અને કપચી છૂટી પડતા વાહનો ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર મોટા ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે.
બોટાદ જિલ્લાના અણીયાળી ગામથી બોટાદને જોડાતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે જેના કારણે રસ્તો ખખડધજ હાલતમાં છે. ગામના લોકોને બોટાદ સહિતના ગામોમાં જવા આવવા માટે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રસ્તાઓ પર ખાડાઓ ના કારણેઅકસ્માતનો ભય પણ રહેશે ત્યારે તાત્કાલિક રોડનું સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામથી પાળીયાદ બોટાદને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને વરસાદ થતાં રોડ ધોવાયો છે જેના કારણે રોડપર મસમોટા ખાડાઓ પડી ગયાં છે અને રોડ એકદમ ખખડધજ હાલતમાં છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે.
બોટાદમાં હીરા ઘસવા માટે રત્નકલાકારો, ખેડૂતો, વિઘાથીઓ અવર-જવર કરે છે પરંતુ ખરાબ રસ્તો હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામથી પાળીયાદ, સુરેન્દ્રનગર, બોટાદ ને જોડતો રોડ આવેલો છે. આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ગામના લોકો ને જ્યારે ઈમરજન્સી કેસ હોય કે પછી ડિલીવરી કેસ હોય ત્યારે રસ્તો ખરાબ હોવાને કારણે દર્દીઓ હેરાન-પરેશાન થાય છે. તેમજ પણ સર્જાઈ છે. ગામના આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા ગામલોકો માંગ કરી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
