સુરતમાં બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે બાઈક સ્લીપ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે બાઈક સ્લીપ
બાઈક સ્લીપ થતા પટકાયેલા બેમાંથી એકનુ મોત નિપજ્યુ
બીજાને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે બાઈક સ્લીપ થતા પટકાયેલા બેમાંથી એકનુ મોત નિપજ્યુ હતુ જ્યારે બીજાને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બોમ્બે માર્કેટ ગેટ નંબર 4 નજીક બાઈક સ્લીપ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બીજા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. અચાનક જ બાઈક સ્લીપ થતા 34 વર્ષીય મયુર બાબુભાઈ સોનવણેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે બીજાને ઈજાઓ થતા સ્મિમેર હોસ્પિટલે ખસેડાયો હતો. હાલ બનાવને લઈ પોલીસે સ્થળે દડી જઈ અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *