ગેસ પુરવઠા અંગે ગુજરાત સચિવ મોના ખંધારનું મોટું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

ગેસ પુરવઠા અંગે ગુજરાત સચિવ મોના ખંધારનું મોટું નિવેદન.
પીએનજી લાઈન ધારકોએ બુધવાર સુધીમાં એલપીજી કનેક્શન સરેન્ડર કરવા આદેશ
ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભરમાં ગેસની અછત

ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતભરમાં ગેસની અછત સર્જાતી રહી છે. જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કામકાજ પર અસર પડી રહી છે. હવે આ મામલે ગુજરાત સરકારના અધિક સચિવ મોના ખંધારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ગુજરાત રાજ્ય સરકારના અધિક સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, ગુજરાત પાસે પાઈપ લાઈનથી અપાતા નેચરલ ગેસનું નેટવર્ક છે. સરકારે ઘરેલુ કે કોમર્શિયલ ગેસ માટે બાધ નથી મુકી, બીજા રાજ્યોમાં મર્યાદા છે. ગુજરાતની તમામા હોટેલો અને રેસ્ટોરન્ટને પીએનજી કનેક્શન મળી શકશે. ઘરેલુ અને કોમર્શિયલ કનેક્શન મળી શકશે. રાજ્યમાં પ્રથમ પ્રાધાન્ય પીએનજીને અપાશે કારણ કે તેનો પુરવઠો પૂરતો છે. તેમણે ધારકોને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 20 ટકાથી વધુ સપ્લાય એલપીજીમાં થઈ રહ્યો છે. 20 ટકાની મર્યાદામાં કોમર્શિયલ એલપીજીને ખુલ્લુ મુક્યું છે. રાજ્ય સરકારે એસેન્સિયલ અને સેમી એસેન્સિયલ માટે નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ગેસ એજન્સી પર મહેસૂલ અને પોલીસ કર્મચારી ગોઠવ્યા છે જેથી સૂચનાનું અમલીકરણ યોગ્ય રીતે થાય.એલપીજી ડિલીવરી વાનને દિવસે પણ શહેરી વિસ્તારમાં પ્રવેશવા સૂચના આપી છે. 1800233022 હેલ્પ લાઈન નંબર પણ શરૂ કર્યો છે.

રાજ્ય સરકારના અધિક સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, જ્યાં પીએનજી કનેક્શન નથી ત્યાં 70 ટકા મર્યાદામાં એલપીજી કનેક્શન આપવા નિર્ણય લીધો છે.ધાર્મિક સંસ્થા 1 વર્ષથી રોજ ભોજન આપે છે ત્યાં 10 ટકા મર્યાદામાં કોમર્શિયલ કનેક્શન આપવા નિર્ણય લીધો છે.પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન જેની પાસે હોય તેમણે એલપીજી કનેક્શન બુધવાર સુધી સરેન્ડર કરવાની રહેશે.2022થી કેરોસીન મુક્ત ગુજરાત છે એટલે હાલ તેની વિતરણ વ્યવસ્થા ગોઠવવાની છે.વધારાનો કેરોસીનનો જથ્થો કેન્દ્ર સરકારે આપ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *