ભાવનગર ફાયરિંગના આરોપીઓની શોધમાં ખુલ્યું રહસ્ય

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ફાયરિંગના આરોપીઓની શોધમાં ખુલ્યું રહસ્ય
પોલીસે ખુલ્યું ઇન્ડિયા હાઉસમાં હથિયાર અને વન્યજીવનનું રહસ્ય

ભાવનગરના નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર આરોપીઓની શોધમાં નીકળેલી પોલીસને આરોપીતો નો મળ્યા પરંતુ એવું કંઈ મળ્યું કે સમગ્ર ઓપરેશની સ્ટોરી ઊલટી બની ગઈ.પોલીસ ને આરોપી ની જગ્યાએ હથિયારો, જીવતા કાર્ટ્રિજ અને ગેરકાયદેસર વન્યજીવ મળી આવ્યા . એટલું જ નહીં, મામલો એટલો ગંભીર બન્યો કે વનવિભાગને પણ તાત્કાલિક દોડાવવું પડ્યું. શું છે આ સમગ્ર રેડ અંદરની સચોટ હકીકત? જોઈએ આ રિપોર્ટમાં…

નવાપરા ફાયરિંગ કેસ… જ્યાં ગોળીઓના અવાજથી શરૂ થયેલી વાર્તા હવે એક મોટા ગેરકાયદેસર જાળ સુધી પહોંચી ગઈ છે. પોલીસને મળેલી માહિતીના આધારે વલ્લી હાલારી અને તેના સાગરિતોની શોધમાં ઇન્ડિયા હાઉસ ખાતે તાબડતોબ રેડ પાડવામાં આવી. એસપી, ડિવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમો સાથે આખું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. પરંતુ… આરોપીઓ તો હાથ લાગ્યા નહીં… પણ જે મળ્યું, એ પોલીસને પણ ચોંકાવી ગયું! સર્ચ દરમિયાન સ્થળ પરથી મળી આવ્યા 50 જેટલા જીવતા કાર્ટ્રિજ, ધારદાર હથિયારો અને વિદેશી દારૂની બોટલ. આટલું જ નહીં… તપાસ આગળ વધતાં ખુલ્યું એક વધુ મોટું રહસ્ય! ઇન્ડિયા હાઉસમાંથી મળી આવ્યો વિદેશી પોકેટ મંકી – માર્મોસેટ… અને સાથે કાળીયાર હરણના ચાર શીંગડા! આ દ્રશ્યો જોતા જ પોલીસને સમજાઈ ગયું કે મામલો ફક્ત ફાયરિંગ સુધી સીમિત નથી… અને તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મંકી તેમજ શીંગડાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ

ધરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિદેશી મંકી માટે પરમિશન પ્રક્રિયા ચાલી રહી હતી… પરંતુ શંકાના ઘેરામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસએ ઉબૈદ શેખ અને ઇમદાદ શેખને અટકાયત કરી છે અને હવે તેમની પૂછપરછથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. હાલ, નવાપરા ફાયરિંગ કેસના ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચારે તરફ જાળ પાથરી દેવામાં આવ્યું છે…અને હવે જોવાનું એ રહેશે કે ફાયરિંગ નો અંત ક્યાં જઈને અટકે છે!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *